Game Te Swarupe Jain Stavan Lyrics
ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો
પ્રભુ મારા વંદન . . . પ્રભુ મારા વંદન
ભલે ના નિહાળું . . . નજરથી તમોને
મળ્યા ગુણ તમારા ... સફળ મારું જીવન ... ગમે તે સ્વરૂપે .
જન્મ અસંખ્ય મળ્યા તે ગુમાવ્યા
ન કર્યો ધર્મ કે . . . તમોને સંભાર્યા
હવે આ જીવનનાં . . . . કરુ હું વિનંતિ
સ્વીકારો તમે તો ... તૂટે મારાં બંધન . . . ગમે તે સ્વરૂપે .
મને હોંશ એવી . . . ઊજાળું જગતને
મળે જો કિરણ મારા મનના દીપકને
તેથી તેજ આપો . . . જલાવું હું જ્યોતિ
અમરપંથે સહુને . . . . કરાવે તું દર્શન . . . . ગમે તે સ્વરૂપે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો