સોમવાર, 15 જૂન, 2020

chare baju aaras ચારે બાજુ આરસ

Chare Baju Aaras 


ચારે બાજુ આરસ , વચ્ચે બેઠા પારસ
શ્રી શંખેશ્વર પારસ , શ્રી શંખેશ્વર પારસ 
રાજાઓનો રાજા તું છે , મોટો મહારાજ 
તારા નામે કંઈક ભવીજન , જાતા સામે પાર 
રૂડીને રઢિયાળી તારી , મૂર્તિ દીસે પારસ . . . . . 

લોહને કંચન કરે તું , હું છું લોહનો ટુકડો 
આશા લઈને આવ્યો દ્વારે , હું ઊભો છું ઢૂકડો 
મોંધી તારી મિલકત કેરા , બનવું મારે વારસ ... 

તું પિતા છે મારો પ્રભુ હું છું તારો બાળ 
તારા વિણા કહો પ્રભુ , કોણ કરે રખવાળ
તારા નામે પથ્થર તરતાં , પથ્થર બને છે પારસ ... 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top