Che Karmo Na Khel Nirala Jain Stavan Lyrics
કોઈ સુખી તો કોઈ દુઃખી , કોઈને મહેલ તો કોઈને જેલ ,
આ સંસારની રંગભૂમિ પર છે કર્મોના ખેલ
છે કર્મોના ખેલ નિરાલા . . .
જ્ઞાન અજ્ઞાનીને નાચ નચાવે , નચવે રંક ભૂપાળા ... .
માનુનીઓનું માન મુકાવે , શાણાઓનું શિર ઝુકાવે ,
ઉજ્જવલ કીર્તિવાળાઓનાં , મોઢાં કરી દીધાં કાળાં ....
ડગી ગયા કંઈ મેરુ જેવા , હારી ગયા કાંઈ શૂરવીર એવા ,
હાથી ઉપર બેસનારા કાંઈ ચાલી રહ્યા પગપાળા ...
સ્થૂલિભદ્ર કોશ્યાની સંગે , નંદીષેણ ગણિકા રંગે ,
મુનિ અષાઢાભૂતિ ચૂક્યા , નેણ જોઈ નખરાળા ...
આદ્રકુમારને અરણિક મુનિવર , નાચે ઈલાચી દોરી ઉપર
ક્ષણમાં છે અંધારાં કિંતુ ક્ષણમાં છે અજવાળાં . . .
અદ્ભુત છે આ કર્મની લીલા , વીર પ્રભુના કાનમાં ખીલા ,
રાજકુમારીને ૨ઝળાવી , કર્મે ચંદનબાળા ,
છે કર્મોના ખેલ નિરાલા ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો