ઝનન ઝનન ઝનકારો રે , બોલે આતમનો એકતારો રે ,
હવે પ્રભુજી પાર ઉતારો .
તારલિયાના તોટા નહિ પણ સૂરજ ચંદા એક જ છે .
દેવ , અનેરા દુનિયામાં પણ મારે મન તું એક છે .
ઝનન ઝનન ઝનકારો રે , બોલે ઘૂઘરીનો ઘમકારો રે ... હવે ...
અવની પર આકાશ રહે તેમ કરજો અમ પર છાયા ,
નિશદિન અંતર રમતી રહેજો મહાવીર તારી માયા ,
ચમક ચમક ચમકારો રે , તારો મુખડાનો મલકારો રે ... હવે ...
ઉષા સંધ્યાના રેશમ દોરે , સૂરજ ચંદા ઝૂલે ,
ચડતી ને પડતીના ઝૂલે માનવ સઘળા ઝૂલે ,
સનન સનન સનકારો રે , તારી વાણીનો રણકારો રે ... હવે ...
તું છે માતા , તું છે પિતા , તું છે જગનો દીવો ,
ત્રિશલાના નાનકડા નંદન , જગમાં જુગજુગ જીવો ,
ઝનન ઝનન ઝનકારો રે , મુજ પ્રાણ થકી તું પ્યારો રે ... હવે ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો