Jagmagta Tarla Nu Derasar Hojo Zagmagta Tarla
ઝગમગતા તારલાનું દેરાસર હોજો
એમાં મારા પ્રભુજીની પ્રતિમા હોજો
સુંદરસોહામણી આંગી હોજો .... ઝગમગતા .
અમે અમારા પ્રભુજીને .... ફૂલોથી વધાવીશું
ફૂલો નહિ મળે તો અમે .... કળીઓથી સજાવીશું
કળીઓથી સુંદર ડમરો હોશે .... એમાં મારા .
અમે અમારા પ્રભુજીને .... સોનાથી સજાવીશું
સોનું ના મળે તો .... અમે રૂપાથી સજાવીશું
રૂપાથી સુંદર .... હિરલા હોશે .... એમાં .
અમે અમારા પ્રભુજીને .... મંદિરમાં પધરાવીશું
મંદિર પધરાવી .... અમે હૃદયમાં પધરાવીશું
હૃદયસિંહાસન બેસણાં હોજો .... એમાં મારા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો