Tara Sharne Aavyo Jain Stavan Lyrics
તારા શરણે આવ્યો છું સ્વીકારી લે
મને લઈ જા પ્રભુ તારા ધામમાં ;
તારું શરણું પ્રભુજી , સ્વીકારું છું
મને લઈ જા પ્રભુ તારા ધામમાં
લાવી ઘો નૈયા પ્રભુજી કિનારે
ફસાયો છું હું પ્રભુજી આ ચકરાવે
મારા તારણહાર મને તારી લ્યો ... મને લઈ જા પ્રભુ .
તારે મંદિરીયે દેવતાઓ આવે
દેવતાઓ આવે તારી ધૂન મચાવે
મારે પ્રભુ તારું ગીતડું ગાવું છે ... મને લઈ જા પ્રભુ .
તારે મંદિરીયે નોબત વાગે
નોબત વાગે સૌનો આતમજાગે
મારે પ્રભુ તારી ભક્તિમાં ભીંજાવું છે ... મને લઈ જા પ્રભુ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો