મંગળવાર, 16 જૂન, 2020

JinDharm Na Jain Bandhuo Gai Rahya જિનધર્મના જૈનબંધુઓ

JinDharm Na Jain Bandhuo Gai Rahya 


જિનધર્મના જૈન બંધુઓ ગાઈ રહ્યા વિધવિધ ગાથા 
અમરનામ ઇતિહાસમાં એતો ગૌરવે ગાશે ગુણગાથા 
જય ગિરનાર ... જય આબુજી .... જય બોલો તળાજા તીર્થની 
જૈનો માટે લખશે મુનિઓ .... વિધવિધ ગાથા જ્ઞાનની 
... જય જય ગરવી ગિરનારની .

મહાવીર ગૌતમ નેમનાથનો .... ત્યાગી ભાવ ભુલાય નહિ 
જૈનબંધુ તો તેને રે કહીએ .... નવકારમંત્ર ભુલાય નહિ 
જય શેરીષા.... જય ભોયણીજી ... જય બોલો પાનસરતીર્થની 
...જૈનો માટે 

ગિરનારની પહેલી ટૂંકે ... બાવીસમા પ્રભુ નેમનાથ 
સિદ્ધાચલની નવમી ટુંકે ... ભેટ્યા દાદા આદિનાથ 
જય રાણકપુરી... જય પાવાપુરી ... જય બોલો સમેતશિખર તીર્થની
 ....જૈનો માટે 

વસે તારંગાનાથ અજિત ને ... પાટણ ગામે પંચાસરા 
ઝઘડિયામાં આદિનાથ ને ... પાર્શ્વ પધાર્યા શંખેશ્વરા 
જય કેસરિયાજી ... જય ઉપરિયાળા ... જય બોલો ભદ્રેશ્વરતીર્થની
....જૈનો માટે 

વસ્તુપાળ ને તેજપાળના .... ભવ્ય જિનાલય દેલવાડા 
જોતાં થાકે આખું વિશ્વને ... યાદ એની ભુલાય નહિ 
જય ત્રિશલાદેવી .... જય વામાદેવી .... જય બોલો મરુદેવા માતની 
....જૈનો માટે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top