મંગળવાર, 16 જૂન, 2020

Jangal Ni Kediye Jogi Song જંગલની કેડીએ

Jangal Ni Kediye Jogi Song


જંગલની કેડીએ ... જોગી બનીને 
પેલા ચાલ્યા રે જાય વર્ધમાન

રાજપાટની એણે ... માયા મૂકીને 
એની કાયા હજીયે જવાન ... પેલા . 

નયણેથી નીતરે ... કરુણાની ધારા 
અંતરમાં ઊછળે ... સ્નેહના ફુવારા 
સંકટમાં એણે ... સમતાને સાધી 
કંટકમાં કીધું પ્રયાણ ... પેલા . 

સામે ચડીને એણે.... દુઃખડાને નોંતર્યા 
ઝેરી જંતુઓએ .... અંગઅંગ કોતર્યા 
દેહને દુભાવનારા .... પ્રત્યેક જીવને દીધાં અભયદાન .... પેલા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top