Jitva Nikalyo chu
જીતવા નીકળ્યો છું પણ ... ક્ષણમાં હારી જાઉં છું
ત્યારે તારી મૂર્તિ ઉપર .... વારી વારી જાઉં છું .
કૃપા જો તારી મળે નહિ ... એવા નથી થાવું ધનવાન
કરુણા તારી હોય નહિ ... એવા નથી થાવું ગુણવાન ;
કદી અપમાન કરે કોઈ મારું .... ત્યારે હારી જાઉં છું .
.... ત્યારે .
પાપ કરતાં પાછું ના જોઉં .... પુણ્ય થાકી જાઉં છું
તારક જાણી તારાં ગીતો .... નિશદિન પ્રેમે ગાઉં છું ,
હારજીતની હોડ પડે ત્યાં ... ત્યારે હારી જાઉં છું ..... ત્યારે .
મોહમાયાના એક ઇશારે ... હું ભરમાતો જાઉ છું ;
રાગદ્વેષ આવે અંતરમાં ... ત્યારે હારી જાઉં છું ..... ત્યારે .
મહાભાગ્ય તુજ માર્ગ મળ્યો પણ ... હું અજ્ઞાની મુંઝાઉં છું
જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા પણ ... હિમ્મત હારી જાઉં છું ;
ખુલ્લી આંખે દીપક લઈને... કૂવે પડવા જાઉં છું .....ત્યારે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો