Jivan Ladai Jiti Janara Jain Stavan
જીવન લડાઈ જીતી જનારા , પ્રભુ તમોને નમન અમારા .
પરાક્રમોની તમે પ્રતિમા , ચઢાણ કીધા ચરમગતિમાં ,
ગગનભૂમિનાં અમર મિનારા , પ્રભુ તમોને .
તમે દિવાકર તમે સુધાકર , તમે જ ધરતી તમે જ સાગર ,
અણુ અણુમાં બિરાજનારા , પ્રભુ તમોને .
જીવો દુઃખી તો તમે દુઃખી હો , તમે સુખી જો જીવો સુખી હો ,
તમે સહુના ને સહુ તમારા , પ્રભુ તમોને .
અમે તમારા ગુણ ગ્રહીશું . તમે કહ્યો તે ધર્મ કરીશું ,
ભવનાં મુસાફરના તારનારા , પ્રભુ તમોને .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો