Kahu Chu shankheshwar parshwanath
કહું છું શંખેશ્વર પાર્શ્વજીની વારતા
એતો શરણે આવેલાને તારતા . એ તો .
એની મૂર્તિ છે મોહનગારી
ભવોભવના તે દુઃખ હરનારી
જેના દર્શને દેવતાઓ આવતાં . . . . એ તો .
વ્હાલો પાતાળમાંથી પધારતા
દુઃખિયા કુળના દવ નિવારતા
રૂડા શંખેશ્વર ગામે બિરાજતા . . . એ તો .
દૂર દેશોથી યાત્રાળુ આવતાં
એની ભક્તિની ધૂન મચાવતા
એના દરવાજે નોબત વાગતા . . . . એ તો .
એના મુખડા ઉપર જાઉં વારી
નાગ બળતાને લીધો ઉગારી
મારા શમણામાં પાર્શ્વપ્રભુ આવતાં
એ તો શરણે આવેલાને તારતાં .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો