karmo karela mujane nade che
કર્મો કરેલાં મુજને નડે છે
હૈયું હિબકાં ભરીને રડે છે ;
જીવવા ચાહું તો જીવાતું નથી
મરવા મથું તો મરાતું નથી . . કર્મો કરેલાં .
કોઈ જન્મે કરમ મેં હસીને કર્યો
આંસુડાં આજ મારા નયનમાં ભર્યા
મેં પ્રયાસો કર્યા માણવા જિંદગી ,
કર્મ મુજને સફળ ન થવા દે ફરી ; . . . કર્મો કરેલાં .
જિંદગી ના મળે મોત આવે અગર
મોત પણ ના મળે કર્મ તૂટ્યા વગર ,
જાણ ન્હો ' તી મને આ પરિણામની ;
તો કરત નહિ હું સંગત બૂરા કામની . . . કર્મો કરેલાં .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો