શનિવાર, 13 જૂન, 2020

Kyare Banish Hu Sacho Re Sant ક્યારે બનીશ હું સાચો રે સંત

Kyare Banish Hu Sacho Re Sant


ક્યારે બનીશ હું સાચો રે સંત
ક્યારે થશે મારા ભવનો રે અંત 

લાખ ચોરાશીના ચોરે ચોટે 
ભટકી રહ્યો છું મારગ ખોટે 
ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ … ક્યારે થશે . 

કાળ અનાદિની ભૂલો છૂટે ના 
ઘણુંયે મથું તોયે પાપો ખૂટે ના 
ક્યારે તોડીશ એ પાપોનો તંત . . . ક્યારે થશે .

છકાય જીવની હું હિંસા રે કરતો 
પાપો અઢારે જરી ના વિસરતો 
મોહ માયાનો હું રટતો રે મંત્ર . . . ક્યારે થશે . 

પતિત પાવન ઓ પ્રભુજી ઉગારો 
રત્નત્રયીનો હું યાચક તારો ભક્ત બની મારે થાવું મહંત . . . ક્યારે થશે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Feed

સ્તવન સર્ચ કરો

Back To Top