કોટી કોટી વાર મારી કરી લે કસોટી
મારી શ્રદ્ધાને તું તો જોઈ લે કસીને
દુ : ખના પથ્થર પર એને જોજે ઘસીને
કદી નહિ ઉતરે એની રતીભાર ખોટી
. . . કોટિ કોટિ વાર .
ચાહે ભળભળતી ભીષણ આગમાં તું નાખજે
ચાહે દરિયાના ઊંડા જળમાં ડુબાડજે
લાખ લાખ રીતે મુજને લેજે લસોટી
. . . કોટિ કોટિ વાર .
કરવા જે હોય તારે કરી લે જે પારખાં
મારે તો સુખદુઃખ બન્ને એક જ સરખાં
જોઈ લે વિપદ કેરા વાયરા વીંઝોટી
. . . . કોટિ કોટિ વાર .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો