સોમવાર, 15 જૂન, 2020

Gata Gavay Ny jain stavan lyrics ગાતાં ગવાય નહિ

Gata Gavay Ny jain stavan lyrics


( રાગ - શબ્દમાં સમાય નહિ ) 
ગાતાં ગવાય નહિ . ગુણ છે અપાર
ગરવા ગિરિરાજને વંદું વારંવાર 

દુનિયામાં ડુંગરો . . . ઘણા બધા જોયા 
શાશ્વત ગિરિએ . . . પાપ મારા ધોયાં 
એક એક પગલે સુંદર વિચાર . . . . ગરવા . 

દુનિયામાં વહેતી નદીઓને જોઈ 
શેત્રુજય સરખી આવે ન કોઈ 
પાપ મારા ધોવાનું એ છે ઉદાર . . . . ગરવા . 

ડૂબતા જીવો માટે . . . તું તો જહાજ છે 
ડૂબતાને તારવામાં . . . તારી જ લાજ છે 
મારે પણ જાવું છે સંસાર પાર . . . ગરવા . 

મનનાં મેલોનું સ્નાન કરીને 
ભાવથી ભરેલાં ફૂલો થરીને 
જોઈ જોઈ હરખું છું તારો દેદાર . . . ગરવા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top