સોમવાર, 15 જૂન, 2020

kum kum na pagla padya lyrics કુમકુમનાં પગલાં પડ્યાં

kum kum na pagla padya lyrics

કુમકુમનાં પગલાં પડ્યાં , પ્રભુજીનાં રૂપ દીઠાં , 
જોવા લોકો ટોળે વળ્યા રે ... 
પ્રભુ તારા દર્શનથી દુઃખડાં ટળ્યા . 

તું જો પધારે મનમંદિરની માય 
થાશે હર્ષ અપાર થાશે પાવન અવતાર ( ૨ ) 
દીપે છે દરબાર , ભક્તિની રસધાર 
સૌ ભાવનાથી ગાએ આજ તારા ગુણગાન ( ૨ )

દીવડાથી જ્યોત જલ્યા , અજવાળાં આજે થયા
મનડાં હારો હાર મળ્યા રે ... પ્રભુ તારા દર્શનથી ... 

પ્રભુ રૂપનો અંબાર પ્રભુ ધનના ભંડાર 
પ્રભુ દર્શન દેશે તો થાશે આનંદ અપાર ( ૨ )
ભાવું ભાવનાનો સાર દયા દાખવી દાતાર 
કૃપા કરજે અમ રંક પર , થોડી લગાર ( ૨ ) 

સ્નેહ વરસાવો પ્રભુ , દયા વરસાવો ,
પ્રભુ ભક્તો તારા વિનવી રહ્યારે ... પ્રભુતારા દર્શનથી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top