Man Na Mndire Tam
મનના મંદીરે તમે આવી જાવો ( ૨ )
મનમાં આવીને તમે ચાલી ના જાઓ .
એકલો અટૂલો હું તો , રઝળી રહ્યો છું .
તારા વિનાનો હું તો , તડપી રહ્યો છું .
હૈયુને આંખ રડે , અશ્રુની ધાર વહે
તોયે ના તારા પ્રભુજી , દરીસણના થાય
મનના માણિગર તમે આવી જાઓ .
મનના મંદીરે . . . ૧
પ્રાર્થના કરું છું તને , પાયે પડીને
સાંભળતું સાદ મારો , અંતરનો નાદ મારો .
હવે તો પધારો પ્રભુ , કરૂણા કરીને
તું ન આવે તો પ્રભુ હું ત્યાં આવું . મનના મંદીરે . . . ૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો