રક્ષક તું છે મારો પ્રભુજી , રક્ષણ હું માંગુ છું .
શરણે આવી સ્વામિ તમારું , શરણું માંગુ છું . ( ૨ )
મુક્તિનગરનો તું રહેવાસી , પાવનપંથ છે તારા
મારે માથે જનમોજનમનાં , પૂણ્ય પાપના ભારા
સ્વામિ મારો તું છે પ્રભુજી સેવા હું માંગુ છું . શરણે આવી
કરૂણા કેરો તું સાગર છો , નાની છે મુજ નૈયા
ઝંઝાવાતે જાળવજે ઓ , ભવસાગર ખેવૈયા
સાથિ તું છે મારો પ્રભુજી સાથ તમારો માંગુ શરણે આવી
ધન દોલતને વૈભવ કેરી , મૂકી દીધિ છે માયા ,
ચંચળ એ લક્ષ્મીને કાજે , ઘસી રહ્યો મુજ કાયા ,
પ્રિતમ તું છે મારો પ્રભુજી , પ્યાર માંગુ છું શરણે આવી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો