MARA NEM KUVAR મારા નેમ કુંવર
મારા નેમ કુંવર શામળિયા ( ૨ )
રાજુલ રોતી ધ્રુસકે ધ્રુસકે
પાછા ન જાઓ નાવળિયા મારા નેમ કુંવર
આઠ ભવોની પ્રિતડી મારી , નવમે ભવે તમે કેમ વિસારી
જાન લઈને આવ્યા શીદને , શીદને પાછા વળિયા ,
મારા નેમ કુંવર
ચુંદડી ઓઢાડી હાથ ના ઝાલ્યો , તોરણથી રથ પાછો વાળ્યો
મુજ અબળાને તરછોડીને , ગિરનારે જઈ ચઢીયા
મારા નેમ કુંવર
મુંગા જીવો પર કરૂણા આણી , સ્નેહથી સૌને લીધા બચાવિ
સહસાવનમાં સંયમ લેવા , શૂરવીર થઈ સંચરિયા
મારા નેમ કુંવર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો