બુધવાર, 3 જૂન, 2020

Paraniyu Bandhay પારણિયું બંધાય


પારણિયું બંધાય ત્રિશલામાતા ગીત ગાય 
વીર મારો પારણામાં પ્રેમે પોઢી જાય 
હાલુ લુ લુ હાં . ( ૨ ) હાં . . હાં . હાં . હાં . . 
હે વીર , મહાવીર , કે વીર મારો પારણામાં 
પ્રેમે પોઢી જાય ( ૨ ) 

હે પ્રભુ મહાવીરને પારણે ઝુલાવું , 
હું તો ગીત મધુરા ગાઉં 
એને મારા હૈયામાં શમાવું 
હું તો એના હૈયામાં શમાવું 
એનું મુખડું લાલ લાલ , એના ગુલાબી છે ગાલ ( ૨ ) 
કેવો સુંદર સોહાઈ – પારણિયું 

સાવરે સોનાનું પારણું બનાવિયું 
એને હીરા માણેકથી મઢાવિયું 
એને સુંદર શણગારે સમજાવ્યું 
એને ફુલની માળાથી ગુંથાવ્યું 
બાંધ્યો વિરલા કેરી દોર , શોભે મેના પોપટ મોર ( ૨ ) 
જોતા મનડું તો મોહાય - પારણિયું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top