Tara Namno Divano તારા નામનો દિવાનો
તારા નામનો દિવાનો , તારા કામનો દિવાનો
તારી મૂર્તિ છે નિરાળી , તુ લાગે મુજને પ્યારા . તારા નામનો
ખોટા છે પાપ મારા , મેરૂ થકી યે મોટા
ભક્તિ કરૂ છું ભાવે , હૈયે વસે છે દાદા
તુ છે એવો સિતારો , સુવર્ણથી સુહાનો . . . . તારી મૂર્તિ
સંસારે હું ફસાયો , મળે નહી કીનારો
તારા નામને સહારે , સંસાર તરવો મારે
મુજને હવે ઉગારો , તારો જ છે સહારો . . . . . તારી મૂર્તિ
વાસના વિકારત્યાગી , આતમ ગયો છે જાગી
સંસારે ગયો થાકી , આપો પ્રભુજી મુક્તિ
સહવાસે તારા મારે , વાસનાની વાસ ભાગે . . . . તારી મૂર્તિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો