Motivational Story 6
_*સત્ય ક્યારેય વાસી નથી થતું, ને સોનુ ક્યારેય જૂનું નથી થતું. કાલ, આજ ને આવતીકાલ ત્રણે'ય કાળ ઉપયોગી આ Story છે.*_
🔰 રાત તો પૂનમની રસરઢિયાળી હતી. પણ, દિલને ચૈન નો'તું, ઊંઘ આવતી જ નો'તી. *ડનલોપની ગાદી ને A.C., ઊંઘ-દવા લાચાર હતા.* એ યુવાન રાતના 2 વાગે ગાડી લઈને Fresh થવા ફરવા નીકળ્યો.
🔰 બે-ચાર ચક્કર માર્યા હશે ત્યાં, એક મંદિર પર એની નજર પડી. એને મન થયું ને મંદિરમાં ગયો. એણે શ્રધ્ધાથી માથું નમાવ્યું, શાંતિ લાગી. 5-10 મિનિટ બેસવાનું મન થયું. *એ આંખ બંધ કરી બેઠો. એની આગળ એક યુવાન બેઠો હતો, જે વારંવાર આંખો લુછતો હતો.* ને ધીમે સાદે પ્રભુને કંઈક કહી રહ્યો હતો.
🔰 મંદિરમાં શાંતિ હતી. *એના અસ્પષ્ટ શબ્દોમાં એટલું તો સંભળાયું ને સમજાયું કે એની પત્ની સીરીયસ છે, હોસ્પિટલમાં છે.* ઇમરજન્સી ઓપરેશન છે. પણ એની પાસે કંઈ જ નથી.
🔰 પેલો યુવાન, હલી ગયો. થોડીક વારે એ ઊભો થયો ને પેલા ભાઈના ખભે હાથ મુક્યો. ને કહ્યું, *"આ લે, 8-10 હશે, હિંમત રાખ." પેલો ભાઈ આભારવશ પગે પડી ગયો. એની જીભ કંઈ બોલી ન શકી. પણ, આંસુ એની આંખોએ પાડયા.* પેલા યુવાને કહ્યું, "મુંઝાતો નહીં, હજુ જરૂર પડે તો ચાલ્યો આવજે. આ મારું એડ્રેસ રાખ."
🔰 પેલો ભાઈ બોલ્યો,"એડ્રેસ તો મારી પાસે છે જ." *પેલો યુવાન ચમકી ગયો ને બોલ્યો, "કોનું? મારું એડ્રેસ તારી પાસે?"* પેલો ભાઈ બોલ્યો, *"તમારું નહિ. પણ, તમને જેણે રાતના અઢી વાગે અહીં મોકલ્યા એનું!"* આ પ્રભુ શ્રધ્ધા સામે આ યુવાન પાસે કોઈ શબ્દો નો'તા.
_*લોકડાઉનનો આ સમય છે. આપણે ડાઉન થયા વગર કે ડર્યા વગર રહીએ. પ્રભુ, તૂટી જઈએ એટલી તકલીફ તો નહિ જ આવવા દે. આપણી શ્રધ્ધા મરી ન જાય, વિશ્વાસ ઊઠી ન જાય, એટલું જ ધ્યાન રાખીએ. ને, પરિવાર સાથે ભોજન ને ભજનનો વરસોમાં ના મળ્યો હોય એવો સમય મળ્યો છે, એમાં ભાંજગડ કર્યા વગર મોજ માણીએ!*_
*✍🏻 by...*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો