શુક્રવાર, 3 જુલાઈ, 2020

atlu to aapje lyrics આટલું તો આપજે

ATALU TO APAJE BHAGWAN MANE CHELI GHADI JAIN STAVAN LYRICS


આટલું તો આપજે ભગવન ! મને છેલ્લી ઘડી 
ના રહે માયાતણાં બંધન મને છેલ્લી ઘડી . 
આ જિંદગી મોંઘી મલી ... પણ જીવનમાં જાગ્યો નહિ 
અંત સમયે મુજને રહે ... સાચી સમજ છેલ્લી ઘડી . 
જ્યારે મરણ શય્યા પરે ... મીંચાય છેલ્લી ઘડી 
તું આપજે ત્યારે પ્રભુમય ... મન મને છેલ્લી ઘડી . 

હાથ - પગ નિર્બળ બને ને ... શ્વાસ છેલ્લો સંચરે 
ઓ દયાળુ ! આપજે ... દર્શન મને છેલ્લી ઘડી . 
હું જીવનભર સળગી રહ્યો ... સંસારના સંતાપમાં 
તું આપજે શાંતિભરી નિંદ્રા મને છેલ્લી ઘડી 
અંત સમયે આવી મુજને , ના દમે ઘટ દુશ્મનો 
જાગ્રત પણે મનમાં રહે ... તારું સ્મરણ છેલ્લી ઘડી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top