Aaj Mane Lagyo Che
આજ મને લાગ્યો છે ભક્તિનો રંગ
હો વીર મને લાગ્યો છે સંયમનો રંગ
તારી રે આંખોમાં દીઠો મેં દીઠો
વહેતો કરુણાનો રંગ
હો જી તારી તે કરુણાની ધારામાં ભીંજાતા
મારા અંગે અંગ ... આજ મને .
તારા તે જીવનમાં જોયો મેં જોયો
જયવંતો મુક્તિનો રંગ
હો જી તારી તે વાણીમાં દીઠો મેં દીઠો
શાંતિ મળે તેવો રંગ ... આજ મને .
કર્મશત્રુને જીતવા છે મારે
કરવી છે ભક્તિ અભંગ
હો . ... જી સંસાર ત્યજીને ચાલ્યા રે જાવું
જાવું છે સંયમને પંથ . . . . આજ મને .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો