Aaj Vagdavo Vagdavo lyrics Jain Stavan
આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયુંનો ઢોલ ,
હે... શરણાયુંનાં ઢોલ રૂડાં નગારાનાં ઢોલ . . . આજ .
આજ નાચે રે ઉમંગ રંગ અંગમાં રે લોલ ,
હું તો એવો રે રંગાણો પ્રભુ રંગમાં રે લોલ
હે ... હું તો ગાવું ને ગવડાવું રૂડાં ગીતડાં ના બોલ ... આજ .
આતો આવ્યો અવસર આજ આંગણે રે લોલ
બાંધો આસોપાલવના તોરણિયાં રે લોલ
હે... આજ હૈયે આનંદ છે તન મનમાં રે લોલ ... આજ .
આવો આવો સ્નેહીઓ અમ આંગણે રે લોલ
અમે વાટલડી જોતાં બેઠાં બારણે રે લોલ
પ્રેમે પધારી બોલો પ્રભુજીનાં બોલ ... આજ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો