Aaj Mara Prabhuji Samu Juvo Ne lyrics
આજ મારા પ્રભુજી સામું જુઓને
સેવક કહીને બોલાવો રે
એટલે હું મનગમતું પામ્યો
રૂઠડાં બાળ મનાવો મારા સાંઈ રે ... આજ મારા .
પતિત પાવન શરણાગત વત્સલ
એ જસ જગમાં ચાવો રે
મન રે મનાવ્યા વિણ નહીં મૂકું
એવી જ મારો દાવો રે ... આજ મારા .
કબજે આવ્યા હવે નહિ મૂકું
જિહાં લગે તુમ સમ થાવું રે
જો તુમ ધ્યાન વિના શિવ લહીએ
તો તે ઘવ બતાવો મારા સાંઈ રે ... આજ મારા .
મહાગોપ ને મહાનિર્ધામક
ઇણિ પરે બિરુદ ધરાવો રે
તો શું આશ્રિતને ઉદ્ધરતાં
બહુ બહુ શું કહાવો . . . મારા સાંઈ રે ... આજ મારા .
જ્ઞાનવિમલ ગુણ નિધિનો મહિમા
મંગલ એહિ વધાવો રે
અચલ અભેદપણે અવલંબી
અહોનિશ એહ દિલ ધ્યાવું
મારા સાંઈ રે . આજ મારા પ્રભુજી . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો