શુક્રવાર, 3 જુલાઈ, 2020

Dekhi Shri Parshwa Tani Lyrics દેખી શ્રી પાર્શ્વતણી મૂર્તિ અલબેલડી

Dekhi Shri Parshwa Tani Lyrics


દેખી શ્રી પાર્શ્વતણી મૂર્તિ અલબેલડી 
ઉજ્જવળ ભર્યો અવતાર રે . 

મોક્ષધામી ! ભવથી ઉગારજો , 
શીવધામી ! ભવથી ઉગારજો . 
મસ્તકે મુગટ શોભે , કાને કુંડળિયા ,
ગળે મોતિયન કેરો હાર રે ... મોક્ષધામી . 

ડગલે ને પગલે તારા ગુણો સંભારતા , 
અંતરના વિસરું , ઉચાટ રે ... મોક્ષધામી . 

આપના દરિશને આતમા જગાડીયો , 
જ્ઞાન દિપક પ્રગટાવ રે ... મોક્ષધામી .

આતમા અનંત પ્રભુ આપે ઉગારીયા , 
કરજો સેવકને ભવપાર રે ... મોક્ષધામી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top