Antar Jani Sun Alvesar Jain Stavan Lyrics
અંતરજામી સુણ અલવેસર , મહિમા ત્રિજગ તમારો રે ,
સાંભળીને આવ્યો છું તીરે , જન્મ - મરણ દુઃખ વારો ...
સેવક અરજ કરે છે રાજ , અમને શિવસુખ આપો , આપો
આપોને મહારાજ , અમને મોક્ષ સુખ આપો ... સે . ૧
સહુકોનાં મનવાંછિત પૂરો , ચિંતા સહુની ચૂરો રે ;
એવું બિરુદ છે રાજ તમારું , કેમ રાખો છો દૂરે ? . ... સે . ૨
સેવકને વલવલતો દેખી , મનમાં મહેર ન ધરશો રે ;
કરૂણાસાગર કેમ કહેવાશો , જો ઉપકાર ન કરશો . સે . ૩
લટપટનું હવે કામ નહીં છે . પ્રત્યક્ષ દરિશન દીજે રે ,
ધુમાડે બીજું નહીં સાહિબ , પેટ પડ્યાં પતિજે . . સે . ૪
શ્રી શંખેશ્વર મંડણ સાહેબ , વિનતડી અવધારો રે ;
કહે જિનહર્ષ મયા કરી મુજને , ભવસાગરથી તારો . . . સે . ૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો