બુધવાર, 1 જુલાઈ, 2020

Hu Karu Chu Prarthana હું કરું છું પ્રાર્થના

Hu Karu Chu Prarthana Jain Stavan Gujarati


હું કરું છું પ્રાર્થના ... . મને પ્રેમ તારો આપજે 
કાંઈ ખોટું કામ કરતો હોઉં ... ત્યારે તું મને વારજે 
જીવન છે સંગ્રામ . ... કોઈની હાર કોઈની જીત છે 
જાણું છું સંસાર આ તો . . . સુખદુઃખનો સાર છે 
હારથી હારી ન જાઉં . . . એવી હિંમત આપજે . . . કાંઈ ખોટું

ધન મળે કે ન મળે પણ ... ધર્મને હું જાળવું 
તારો પંથ ચૂકી ન જાઉં ... . એટલું સંભાળવું 
તે છતાં ભૂલો પડું તો . . સાચે રસ્તે વાળજે . . . કાંઈ ખોટું . 

મોક્ષની ચિતા નથી . . હું રાત - દિન ભક્તિ કરુ 
તારુ નામ ભુલાય નહિ . . . ભાવના એવી ભાવું 
ડગમગ નહિ હું કદાપિ . . . શ્રદ્ધા એવી આપજે... કાંઈ ખોટું .

1 ટિપ્પણી:

  1. बहुत ही सुंदर प्रार्थना हैं, ये.સવારે સવારે રડવું આવી ગયું..!!આભાર માનું છું.

    જવાબ આપોકાઢી નાખો

સ્તવન સર્ચ કરો

Back To Top