Maherbani Mangu tari
મહેરબાની માંગું તારી મહેરબાની માંગુ
ભક્તિથી હું શુ વધુ મિજબાની આપુ
મહેરબાની માંગુ . . . .
સાગર દયાનો તું છે , જગ આખુ જાણે
કેમ હું રીઝાવું તુંજને , ક્યારે વાત માને
વધુ થોડી મરજી તારી , કદરદાની માંગું મહેરબાની માંગુ . . . .
યુગ - યુગથી હું તો તુજથી , વિખૂટો પડ્યો છું
તારી જુદાઈના વિરહે હું રડ્યો છું
વધુ ક્યાં હું માંગુ દાદા , ઝલક એક તારી
મહેરબાની માંગુ . . . .
થોડી કદરદાની માંગુ , થોડી મહેરબાની
ચરણે ચઢાવુ ભક્તિ , આ આયખાની
તારે કે ડુબાડે હવે , તુજ છે સુકાની
મહેરબાની માંગુ . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો