મંગળવાર, 7 જુલાઈ, 2020

Evi Lagi Lagan Lyrics એવી લાગી લગન

Evi Lagi Lagan Lyrics jain stavan


એવી લાગી લગન , બનું ધ્યાનમાં મગન
હું તો વીર વીર વીર વીર ગાયા કરું . . . .

એની આંખોથી અમીરસ ધારા વહે , 
કંઈક દુઃખીઓના દુઃખ નિવાર્યા કરે , 
એની કરૂણાની હેલીમાં નહાયા કરું . . . . એવી 

એની આંગીમાં હીરા ને મોતી જગે
મારા દિલડામાં ભાવનાની જ્યોતિ જગે 
એની જ્યોતિમાં જ્યોત મિલાવ્યા કરું . . . . એવી 

સારી દુનિયા ભલેને દિવાનો કહે , 
તારી ભક્તિનો શો૨ નકી છાનો રહે , 
હું તો ભક્ત બની પ્રભુ ગુણ ગાયા કરુ . . . . એવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top