Tujne Joya Karu Tari Sanmukh Rahu Lyrics
તુજને જોયા કરું , તારી સન્મુખ રહું
તારા હોઠ ફડફડે , એની રાહ જોઉં છું .
તને મનથી હું નિશદીન સમરતો રહુ છું
તારી આશામાં જુગજુગથી વાટ જોઉં છું
તારી અમીદષ્ટિ માટે હું તો તરસ્યા કરું . . .
જ્યારે ભાવો ભરીને તારી પૂજા કરું
ત્યારે ઉન્માદે હૈયું ન સાચવી શકું
તારી આંખો પટપટે એની રાહ જોઉ છું . . .
કોઈ પરભવની પ્રીત મારી જાગી ગઈ
તને મળતાં જ ભીતી બધી ભાગી ગઈ
હવે દિવ્યચક્ષુ દે , હું તને ઓળખી શકું . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો