Aaj Ni Ghadi Raliyamani
મારી આજની ઘડી તે રળિયામણી
હાં રે . . મને વહાલો મળ્યાની વધામણીજી રે ... મારી .
હાં રે હું તો ધ્યાન ધરું છું પ્રભુ તારું
હાં રે મારા અંતરમાં થયું અજવાળુંજી રે ... મારી .
હાં રે મેં તો મોતીના સાથિયા પુરાવિયા
હાં રે મેં તો પ્રેમે પ્રભુને વધાવિયાજી રે ... મારી .
હાં રે તારી ભક્તિ કરવાને કાજ આવીયો
હાં રે તારા દર્શન કરવાને આજ આવીયો ... મારી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો