Prem Bharelu Haiyu Lyrics
પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો છુ
જો તું મુજને તરછોડે તો દુનિયામાં મારે ક્યાં જાવું ?
પ્રેમ ભરેલુ હૈયુ . . . .
જાણુના હું પૂજા તારી જાણુના ભક્તિની રીત
કાલી ઘેલી વાણીમાં હું ગાતો પ્રભુજી તારાં ગીત
બાળ બનીને તારે ખોળે રહેવાને હું આવ્યો છુ
પ્રેમ ભરેલુ હૈયુ . . . .
સંસારીના સુખડાં કેરી , વાત વિસારી મેલી છે
દીન દયાળુ હે જગદાતા , એક હવે તું બેલી છે
જનમો જનમના પાપો મારા ધોવાને હું આવ્યો છું
પ્રેમ ભરેલુ હૈયુ . . . .
પ્રભુજી તારા દર્શન કાજે , નયનો મારા તલસે છે
નાનકડી આ આંખલડીથી , અશ્રુધારા વરસે છે
સેવક થઈને શરણે તારા , રહેવાને હું આવ્યો છું
પ્રેમ ભરેલુ હૈયુ . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો