He Palitana Dhame
હે પાલિતાણા ધામે
દાદા આદિનાથના નામે
એના દર્શન કરવા હાલો એ હાલો
અલ્યા હાલોને મારા ભાઈ
આ જીવન સુધરી જાય
સંદબુદ્ધિ આપે છે કુબુદ્ધિ કાપે છે
શરણુ તો દાદા તમારુ સૌ કોઈ ભક્તો માંગે છે
હે પાલિતાણા ધામે . . . .
આશા સૌ ફળશે ત્યાં માંગે તે મળશે ત્યાં
શ્રદ્ધાથી સમરે તેના દુઃખડા સર્વ ટળશે ત્યાં
હે પાલિતાણા ધામે . . . .
લગની તો લાગી છે ધુન તમારી લાગી છે
આ ભક્તોને દાદા તમારી દર્શનની અભિલાષા છે
હે પાલિતાણા ધામે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો