શનિવાર, 4 જુલાઈ, 2020

Ratre Nindra Divase Kam રાતે નિંદર દિવસે કામ

Ratre Nindra Divase Kam 


રાતે નિંદર દિવસે કામ ક્યારે ભજશુ પારસનાથ
તારી એક એક પળ જાય લાખની તુ તો માળા રે જપીલે મારા નાથની 

શું લઈ આવ્યા શું લઈ જાશો ખાલી આવ્યા ખાલી જાશો 
તુ તો મુકી દે પંચાત આખા ગામની તુ તો માળા રે જપી લે મારા નાથની 

સાચા દેવ પારસનાથ એ તો જગના છે આધાર 
મે તો મૂર્તિ જોઈ છે પારસનાથની તુ તો માળા રે જપી લે મારા નાથની 

ભક્તિ ખાંડા કેરી ધાર , નથી કાયરોનું કામ 
જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી તુ તો માળા રે જપી લે મારા નાથની

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top