ગુરુવાર, 2 જુલાઈ, 2020

YAAD AAVE MORI MAA LYRICS યાદ આવે મોરી મા

YAAD AAVE MORI MAA LYRICS 

યાદ આવે મોરી મા , યાદ આવે મોરી મા 
જનમ દાતા જનની મોરી , યાદ આવે મારી મા ... 
બોલતાં શીખ્યો હું તો જ્યારથી , નવકારના પાઠ દેતી , 
જગડું , પેથડ , ભામાશાની વાતો કાનમાં કહેતી , 
કેવી સંસ્કારી મા , કેવી ઉપકારી મા . . . . ( ૨ ) જનમ દાતા . 

ઘોર સંસારથી તારી મુજને , દીક્ષા જેણે દીધી , 
ભવભયાનક જંગલની તો , વાટ છોડાવી દીધી 
વત્સલ મુરત મા , મારી સ્નેહલ સુરત મા ... . ( ૨ ) જનમ દાતા . 

અભક્ષ્ય , રાત્રિભોજનથી તો , અમને છેટા રાખ્યા , 
ધાવણ ધરમના પીવડાવીને , પાયા સંયમના નાંખ્યા 
કેવી હિતસ્વી મા , કેવી તપસ્વી મા . . . . ( ૨ ) જનમ દાતા . 
કેવી દયાળુ મા , કેવી પ્રેમાળ મા . . . . . . . . . . જનમ દાતા . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top