મંગળવાર, 7 જુલાઈ, 2020

Mari Ek Tamanna Che મારી એક તમન્ના છે

Mari Ek Tamanna Che


મારી એક તમન્ના છે , પ્રભુ દર્શન મુજને દે 
તારે શરણે આવ્યો છું , પ્રભુ દર્શન મુજને દેજે

મારા મનમાં કાંઈ કાંઈ થાય તારો વિયોગ ના સહેવાય 
મારા મનમાં કાંઈ કાંઈ થાય તારો ભેટો ક્યારે થાય 
મારી મુંઝવણ એવી છે પ્રભુ દરશન મુજને દેજે 
મારી એક તમન્ના . . . . . 

મારા ભવના તારણહાર મારો કરજે બેડો પાર 
મારા ભવના રક્ષણહાર મને આ ભવથી ઉગાર 
બસ એક જ કહેવું છે પ્રભુ દરશન મુજને દેજે 
મારી એક તમન્ના . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top