Seva Ho Mukti Meva Lyrics
સેવા હો મુક્તિ મેવા ( ૨ )
મારી હૈયાની સેવા સ્વીકારો પ્રભુ , મને મુક્તિના મેવા ચખાડો પ્રભુ ! ( ૨ )
આપુ જનમોજનમથી પરિક્ષા હવે પરિણામની છે પ્રતીક્ષા
મારા જનમોનો અંત , ક્યારે આવે , ભગવંત
મોટી મનડાની ચિંતા મટાડો ! મટાડો પ્રભુ !
સેવા હો મુક્તિ મેવા . . . .
મેં તો રાખી નથી કોઈ ખામી , તોયે રીઝયા નહી કેમ સ્વામી
મારો શું છે અપરાધ હું તો શોધુ દિન રાત્
મારી ભક્તિની ખામી સુધારો પ્રભુ ! સુધારો પ્રભુ ! . . . .
બોજો ભવનો ઘણો મેં ઉપાડ્યો , લાંબો મારગ પ્રભુ મે ખુટાડ્યો
હવે લાગે છે થાક થોડો લંબાવો હાથ
મારે માથેથી બોજો ઉતારો પ્રભુ ! ઉતારો પ્રભુ !
સેવા તો મુક્તિ મેવા . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો