Kon Kare Kon Kare Kon kare re
Dubati Naiya Ne Par Kon Kre Re
Shankheshwar Dada Mara Par Kre Re
કોણ કરે , કોણ કરે , કોણ કરે રે ?
ડૂબતી નૈયાને પાર કોણ કરે રે
શંખેશ્વર દાદા મારા પાર કરે . રે ... ડૂબતી .
એક બાજુ ક્રોધના , બીજી બાજુ માનના
ત્રીજી બાજુ માયાને ... ચોથી બાજુ લોભના
મોજાં ઊછળે ને મારી નાવ ધ્રુજે રે ... ડૂબતી .
દૂર દૂર જાઉં તો દરિયો દેખાયે
ઊંચે તો એકલું આભલું જણાયે
આંખો રડે ને મારી હામ તૂટે રે ... ડૂબતી .
દરિયામાં ભારી તોફાન ઊડ્યું છે
હારીને તુજને સુકાન સોંપ્યું છે
જોજે ના ક્યાંય મારી નાવ ડૂબે રે ... ડૂબતી .
૨ડતે દિલે હું તો કરું કાલાવાલા
પાર ઉતારે મને ઓ રખવાલા
એક જ તારી પ્રભુ આશ હવે છે . ... . ડૂબતી
જગના ભરોસે દુખિયો બન્યો છું .
કર્મોની જાળમાં જકડાઈ ગયો છું .
તારા વિના પ્રભુ મારું કોણ સૂણે રે . ... ડૂબતી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો