ek j arman che mane lyrics
એક જ અરમાન છે મને , મારું જીવન સુગંધી બને ( ૨ )
ફૂલડાં બનું કે ચાહે ધૂપસળી થાઉં ,
આશા છે સામગ્રી પૂજાની થાઉં ,
ભલે કાયા આ રાખ થઈ શમે .... મારું જીવન .
તડકા છાયા કે વાયા વર્ષાના વાયરા ,
તો યે આ પુષ્પો કદી ન કરમાયા ,
પ્રભુ ચરણોમાં રહેવું ગમે ... મારું જીવન .
ઘા ખીલતા ખીલતા એ ખમે . મારું જીવન .
વાતાવરણમાં સુગંધ , ન સમાતી
જેમ જેમ ચંદન ઓરસીયે ઘસાતી
પ્રભુ કાજે ઘસાવું ગમે ... . મારું જીવન .
જગની ખારાશ બધી ઉરમાં શમાવે .
તોયે સાગર મીઠી વર્ષા વરસાવે
સદા ભરતી ને ઓટમાં રમે ... મારું જીવન .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો