Gava Tara Gitada jain stavan lyrics
ગાવાં તારાં ગીતડાંને ... . સંસારે છે રાગ
એવા મેલા માનવીને ... . તારજે વીતરાગ
મારી નાવનું સુકાન . . . હવે તું સંભાળ
લાજ રાખજે . . . મારી ઓ ભગવાન
રંગરાગે રાચવું ને . . . વૈરાગીનો વેષ
વાતો કરવી વીરની ને ... વર્તન ઢીલું ઘેસ . ... મારી નાવનું .
જાવું મારે પૂર્વમાં ને ... ... પશ્ચિમનો છે પંથ
આંખો મીંચી અંતરની ... ઢુઢે સઘળા ગ્રંથ ... મારી નાવનું .
સુખની રાખું ઝંખના ને ... પાપોમાં લયલીન
જીવવા માટે ઝેરનારે ... પ્યાલામાં તલ્લીન ... મારી નાવનું .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો