શુક્રવાર, 12 જૂન, 2020

o karuna na karnara કરૂણાના કરનારા

o karuna na karnara lyrics


ઓ કરૂણાના કરનારા ! તારી કરૂણાનો કોઇ પાર નથી , 
મારા સંકટને હરનારા . . તારી . 

મેં પાપ કર્યા છે એવા , હું ભૂલ્યો તારી સેવા , 
મારી ભૂલોના ભૂલનારા . તારી . 

હું અંતરમાં થઈ રાજી , ખેલ્યો છું અવળી બાજી ,
અવળી સવળી કરનારા ... તારી . 

ઓ પરમકૃપાળુ વ્હાલા , મેં પીધા વિષના પ્યાલા , 
વિષને અમૃત કરનારા ... તારી . 

ભલે છોરું કછોરું થાયે , તું માવતર કહેવાય , 
મીઠી છાયાના દેનારા ... તારી . 

મને જડતો નથી કિનારો , મારો ક્યાંથી આવે આરો , 
મોક્ષ મારગના દેનારા . . તારી . 

છે ભક્તનું જીવન ઉદાસી , તારા શરણે લે વીતરાગી , 
ભક્તોનાં દિલ હરનારા . . તારી .  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top