uncha shatrunjay ni toche lyrics in gujarati
ઊંચા શેત્રુંજયની ટોચે , બિરાજે મારા પ્યારા આદિનાથ રાજ હો
દર્શન અમોને દેજો હો દાદા મારા મારા પ્યારા આદિનાથ રાજ હો
ડુંગર તારો ચડતા દાદા લાગે કદી ના થાક
દર્શન તારા કરતા મારા ભાગે ભવના પાપ
કૃપા કરોને મારા નાથ
હો તારણહારા , શરણે આવેલાને તારજો
ઊંચા ઊંચા ડુંગરાને ... વસમી તારી વાટડી
નિશદિન હું તો તલસી રહ્યો છું જોઉં તારી વાટડી
જલદીથી પકડો મારો હાથ
હો ... પ્યારા દાદા ભવસાગરથી મને તારજે
ભવ - અટવીમાં ભમતો ભમતો
આવ્યો તારા દ્વારે
પરમકૃપાળુ તારી લ્યોને નથી રહેવું સંસારે
કાપો ભવોભવના ફંદ
હો તારો અમને તારો પ્રભુજી પ્યારથી ...ઊંચા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો