Jivan Anjali Thajo
જીવન અંજલિ થાજો , મારું જીવન અંજલિ થાજો !
ભૂખ્યા કાજે ભોજન બનજો , તરસ્યાનું જળ થાજો ;
દીનદુઃખિયાનાં આંસુ લ્હોતાં , અંતર કદી ના ધરાજો ! મારું જીવન ...
સતની કાંટાળી કેડી પર , પુષ્પ બની પથરાજો ;
ઝેર જગતનાં જીરવી જીરવી , અમૃત ઉરનો પાજો ! મારું જીવન ...
વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો ;
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો ! મારું જીવન . . .
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો ;
શ્રદ્ધાકેરો દીપક મારો કદીયે ન ઓલવાજો ! મારું જીવન . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો