Aavyo Dada Ne Darbar lyrics
( અંતિમ પ્રાર્થના )
આવ્યો દાદાને દરબાર કરો ભવોદધિ પાર
ખરો તું છે આધાર ... મોહે તાર તાર તાર .
આત્મ ગુણોનો ભંડાર તારા મહિમાનો નહિ પારા
દેખ્યો સુંદર દેદાર . . કરો પાર પાર પાર .
તારી મૂર્તિ મનોહર હરે મનનાં વિકાર
ખરો હૈયાનો હાર . . વંદુ વાર વાર વાર .
આવ્યો દેરાસર મોજાર કર્યા જિનવર જુહાર
પ્રભુચરણ આધાર . ખરો સાર સાર સાર .
તુજ બાળને સુધાર તારી લબ્ધિ છે અપાર
એની ખૂબીનો નહિ પાર ... વિનતી ધાર ધાર ધાર .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો