Ek Ghadi Prbhu
એક ઘડી પ્રભુ ઉર એકાન્ત , આવીને સ્નેહે મળે ... સોનામાં સુગંધ ભળે .
ખોયું હોય જીવનમાં જે જે , પાછું આવી મળે
જ્યાં જ્યાં હાર થઈ જીવનમાં , ત્યાં ત્યાં જીત મળે .... સોનામાં સુગંધ ભળે .
ના કાંઈ લેવું ... ના કાંઈ દેવું, ચિન્તા એની ટળે
ના હોય મૃત્યુ ... ના હોય જીવન , ફેરા જગતના ટળે .... સોનામાં સુગંધ ભળે .
કર્મ કીધાં હોય જે જીવનમાં , સઘળા સાથે બળે ,
કરુણાસાગર વીર પ્રભુનો સાચો સંબંધ મળે ... સોનામાં સુગંધ ભળે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો