Mare Prabhuji nu Che Kam
મારે પ્રભુજીનું છે કામ
મારે પ્રભુજીનું છે કામ
માટે આવ્યો તારે ધામ
કરુ લાખ લાખ પ્રણામ ( ૨ )
એક જ તારૂ નામ છે રૂડુ , ગુણ તમારા ગાઉ
તુજ મૂરતિમાં મસ્ત બનીને , મુક્ત આનંદ પામું
ભક્તિ કરવા આવ્યો દ્વારે ( ૨ )
આવું સુબહને શામ , કરું લાખ લાખ પ્રણામ ( ૨ ) મારે પ્રભુજી . . .
એક કરો ઉપકાર પ્રભુજી , બીજુ કાંઈ ના માંગુ
તારા શરણે આવેલાને , તારે તો હું જાણું
મુક્તિનગરે જાવું મારે ( ૨ )
કરજો એટલું કામ . . કરું લાખ લાખ પ્રણામ ( ૨ ) મારે પ્રભુજી . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો