AAJ NA AVSAR
( રાગ - તારા રે નામનો )
( રાગ - તારા રે નામનો )
આજના આ અવસરનો લઈ લ્યો રૂડો લ્હાવો
પ્રભુના દર્શન કરવા દેરાસર આવો .
ઉરના આકાશમાં થાય અજવાળાં
ભક્તિથી ભીતરના દે છે અજવાળાં
પી લ્યો સૌ ભક્તિનો ભાવ કેરો પ્યાલો ... પ્રભુના .
શું લઈ આવ્યા ને શું લઈ જાશો
અહીંનું આ અહીં રહેશે પછી પસ્તાશો
પ્રભુને ભજી લ્યો સમય નહીં ઠાલો ... પ્રભુના .
અરિહંત , અરિહંત માળા જપી લ્યો
ભવસાગર તો પાર કરી લ્યો
પાપ અને પુણ્ય કેરો શોધો સરવાળો ... પ્રભુના .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો