AAJ AANAND ATI
આજ આનંદ અતિ ઊભરાય રે
આજ આનંદ અતિ ઊભરાય રે
પ્રભુજી મારા રમીએ રાસલડે
મારે જાવું પ્રભુને પગથાર રે
પ્રભુજી મારા રમીએ રાસલડે ... આજ આનંદ
કેવી રે વાણી વીર પ્રભુની
આગ લાગે છે ત્યાં છાંટે છે પાણી
ચંદનબાળાને આપે ઉગારી
ચંડકૌશિકના છો ઉપકારી
મારા આત્માને લેજો ઉગારી ... પ્રભુજી .
ભવોભવ ભમતો ને કર્મોથી નાચતો
દીન બનીને આજ શરણે હું આવતો
વિનંતી અમારી દિલમાં અવધારજો
સેવક જાણીને ભવ પાર ઉતારજો
મેં તો ઝાલ્યો પ્રભુ તારો હાથ રે .. પ્રભુજી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો